Skip to main content
Settings Settings for Dark

કેરળમાં ભારે વરસાદ, અનેક જિલ્લાઓમાં હાઈએલર્ટ કરાયું જાહેર

Live TV

X
  • હવામાન વિભાગે કન્નુર, કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, ઇડુક્કી અને અલાપ્પુઝા જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડએલર્ટ, અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર

    કેરળમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં હાઇએલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યના કન્નુર, કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, ઇડુક્કી અને અલાપ્પુઝા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની તિરુવનંતપુરમ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ માટે ઓરંજ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે કેરળમાં અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યના દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારોમાં અનેક પરિવારોને રાહત શિબિર કેન્દ્રો પર મોકલવામાં આવ્યા છે. પઠાણમિતિટ્ટા જિલ્લાના પમ્પા ડેમના જળાશયમાં વધતા જળસ્તરને જોતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. રાની શહેરમાં લોકોને બહાર કાઢવા માટે કોલ્લમથી 19 બોટ તૈયાર રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply