Skip to main content
Settings Settings for Dark

સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે રેલવે વિભાગ સ્વચ્છતા સપ્તાહની કરશે ઉજવણી

Live TV

X
  • સપ્તાહ દરમિયાન તમામ વિશેષ સફાઇ કામગીરી પર અપાશે ભાર, સ્ટેશન કચેરીઓ, રહેણાંક વસાહતો, કાર્યસ્થળો અને સ્ટેશનની આસપાસના વિસ્તારોની સફાઈ કરાશે

    રેલવે વિભાગ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરશે. સપ્તાહ દરમિયાન તમામ વિશેષ સફાઇ કામગીરી હાથ ધરાશે. જેમાં સ્ટેશન કચેરીઓ, રહેણાંક વસાહતો, કાર્યસ્થળો અને સ્ટેશનની આસપાસના વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. રેલવે મંત્રાલયે કહ્યું છે કે, રેલવે લાઇનો પર પથરાયેલા પ્લાસ્ટિકનો કચરો ખાસ દૂર કરવામાં આવશે. રેલવે લાઇનો પર મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી આ સમય રેલવે લાઇન સાફ કરવા માટે વાપરવામાં આવશે. આ સાથે મંત્રાલયે કહ્યું છે કે, સ્ટેશનો, ટ્રેનો, શૌચાલયો અને ગટરની સફાઇ પર વિશેષ ધ્યાન આપવું પડશે. આ સાથે એક જાગૃતિ અભિયાન પણ હાથ ધરાશે. જેમાં રેલવે સ્ટાફ મુસાફરોને ટ્રેનો, સ્ટેશનો અને રેલવે લાઇનોને સ્વચ્છ રાખવા વિનંતી કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply