કેરળના ઇડુક્કીમાં ભુસ્ખલનમાં 42 લોકોના મોત
Live TV
-
NDRF અને ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવકાર્ય લાગી, હવામાન વિભાગે ઈડુક્કી, મલ્લાપુરમ અને વાયનાડ જિલ્લા માટે જાહેર કર્યું રેડએલર્ટ
કેરળના ઇડુક્કી જિલ્લામાં થયેલી ભુસ્ખલનની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 42 થયો છે. રવિવારે વધુ 16 મૃતદેહને કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. એનડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમો સતત રાહત અને બચાવકાર્યમાં લાગી છે. દરમિયાન કેરળમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે હવામાન વિભાગે રાજયના કન્નુર, કોઝીકોડ, વાયનાડ, મલ્લાપુરમ, ઇડુકીમાં રેડએલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અનંતપુરમ સિવાય અન્ય જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કેરળમાં અનેક જિલ્લાઓની નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. જેના પગલે મેદાની તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
