કૈલાસ માનસરોવર યાત્રા પાંચ વર્ષ બાદ આજથી શરૂ, યાત્રીઓમાં ઉત્સાહ
Live TV
-
કૈલાશ માનસરોવર યાત્રા એક આધ્યાત્મિક અનુભવ છે. જે દુનિયાભરના યાત્રીઓને આકર્ષિત કરે છે. તેનો ઇતિહાસ અને સંસ્કૃતિ લોકોને હમેંશા આકર્ષિત કરે છે.
કૈલાસ માનસરોવર યાત્રા પાંચ વર્ષ બાદ આજથી શરૂ થઈ રહી છે. કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં આ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. આ વર્ષે આ યાત્રા સિક્કિમના નાથુલા પાસ અને ઉત્તરાખંડના લિપુલેખ પાસના માર્ગ દ્વારા આયોજિત કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યાત્રા જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચાલુ રહેશે. કૈલાસ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. સિક્કિમ સરકાર યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનુકૂલન કેન્દ્રો સહિતના માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. આ ધાર્મિક યાત્રા માટે યાત્રીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 30 જૂનથી લઇને ઓગષ્ટ મહિના સુધી આ યાત્રા ચાલશે. આ યાત્રા દર વર્ષે પિથૌરાગઢ જિલ્લાના લિપુલેખ પાસેથી નિકળે છે.
કૈલાશ પર્વતનું વિશેષ મહત્ત્વ
કૈલાશ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. કૈલાશને ડેમચોકના નિવાસસ્થાનના રૂપમાં પણ માનવામાં આવે છે. કૈલાશ પર્વતનું નામ પહેલા તીર્થંકર ઋષભદેવ સાથે જોડાયું હતું. કૈલાશની સ્વાસ્તિક પર્વતના રૂપમાં પૂજા કરવામાં આવે છે. માનસરોવર ઝીલને પવિત્ર ગણવામાં આવે છે. હિન્દુ ધર્મ સાથે જોડાયેલી આ પવિત્ર જગ્યા છે. માનસરોવર યાત્રા પ્રાચીનકાળથી કરવામાં આવે છે. જેમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને માનસરોવર ઝીલમાં લોકો સ્નાન કરવા માટે આવે છે. આ યાત્રા હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ માટે પવિત્ર માનવામાં આવે છે.
