Skip to main content
Settings Settings for Dark

કોલકાતામાં લો કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, સરકારના વિરોધમાં ઉગ્ર વિરોધ

Live TV

X
  • કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની પર થયેલા કથિત ગેંગરેપના બનાવથી પશ્ચિમ બંગાળમાં રાજકીય અને સામાજિક ખળભળાટ મચી ગયો છે.

    કોલકાતામાં લૉ કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ભાજપ દ્વારા બનાવવામાં આવેલી તપાસ સમિતિ પણ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત કરશે. આ સમિતિમાં ભાજપના સાંસદ સતપાલ સિંહ, રાજ્યમંત્રી મીનાક્ષી લેખી, ભાજપ નેતા વિપ્લવ કુમાર અને મનન કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સમિતિમાં સામેલ નેતાઓ કાયદાઓના જાણકાર છે. આ સમિતિનો ઉદ્દેશ સમગ્ર મામલે સત્ય-તથ્યની જાણકારી મેળવવાનો છે. આ પહેલા ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આરોપીની ટાઈમલાઈન દર્શાવતા પશ્ચિમ બંગાળની સરકાર પર પ્રશ્નો ઉભા કર્યા હતા. સાથે જ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યુ હતું.

    સરકાર પર કાયદો અને વ્યવસ્થામાં નિષ્ફળતાનો આરોપ

    25 જૂનના રોજ દક્ષિણ કોલકાતા લો કોલેજની વિદ્યાર્થીની પર થયેલા કથિત ગેંગરેપ બાદ રાજ્યમાં લોકોનો ગુસ્સો અને રાજકીય નિવેદનબાજી જોવા મળી રહી છે. આ ઘટના અંગે, ભાજપ રસ્તાઓ પર ઉતરી આવ્યું હતું અને મુખ્યમંત્રી મમતા બેનરજીની સરકાર પર કાયદો અને વ્યવસ્થામાં નિષ્ફળતાનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રવિવારે સાંજે કોલકાતામાં સેંકડો ભાજપ કાર્યકરો સાથે વિરોધ કૂચ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, "જ્યાં સુધી મમતા બેનરજી બંગાળમાં મુખ્યમંત્રી રહેશે ત્યાં સુધી કોઈ દીકરી સુરક્ષિત નથી. પોલીસ તેની જવાબદારી નિભાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply