કોરોનાની કપરી સ્થિતિમાં જીવના જોખમે સેવા કરનાર કોરોના વોરિયર્સને પીએમએ કર્યા નમન
Live TV
-
કોરોના વોરિયર્સને શ્રદ્વાંજલિ આપતા પ્રધાનમંત્રી કહ્યું, 130 કરોડ દેશવાસીઓના દઢ સંકલ્પ શક્તિથી કોરોના સામેની લડાઇ દેશ જીતશે
લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું..પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ સૌ પહેલાં આઝાદીના પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અને જણાવ્યું હતું કે, આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ માતા ભારતીના લાખો દીકરી-દીકરાઓનું ત્યાગ, બલિદાન અને સમર્પણ છે.
આ સાથે PMએ દેશવાસીઓને સંબોધિત કરતાં કોરોના વોરિયર્સને નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં સેવા પરમોધર્મની ભાવના સાથે પોતાના જીવને જોખમમાં મૂકીને આપણા ડોક્ટર્સ, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મી, સફાઇ કર્મચારી, પોલીસકર્મી, સેવાકર્મી સહિત અનેક લોકો સતત કામ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, 130 કરોડ દેશવાસીઓના દઢ સંકલ્પ શક્તિથી જ કોરોના સામેની લડાઇ દેશ જીતશે.
