Skip to main content
Settings Settings for Dark

કોરોના વેક્સિન પર બનેલા નિષ્ણાંતોના સમુહની યોજાઈ પ્રથમ બેઠક

Live TV

X
  • દેશી અને આંતરરાષ્ટ્રીય નિર્માતાઓ સહિત કોરોનાની રસીની ખરીદી અને તેના વિતરણ વ્યવસ્થા પર વિચાર-વિમર્શ

    કોરોનાની જંગમાં દેશમાં વધતી સ્વાસ્થ્ય સ્થિતિની અસરથી કોરોના સામે લડીને સાજા થવાની સંખ્યામાં 16 લાખ 39 હજારથી વધુ છે. જેનાથી રીકવરી રેટ 70.38 ટકા થયો છે. તો દેશમાં કોરોનાથી થતો મૃત્યુદર બે ટકાથી ઘટીને 1.98 ટકા થયો છે. જે અન્ય દેશોની તુલનામાં ધણો જ ઓછો છે. હાલમાં 6 લાખ 43 હજાર 948 સક્રિય કેસ છે.

    આ સાથે કોરોના વેક્સિન માટે બનાવેલા એક્સપર્ટ ગ્રુપની બુધવારે પહેલી બેઠક યોજાઈ હતી. તેમાં કોરોના વેક્સિનને ઉપલબ્ધ કરાવવા અને તેની ડિલિવરી માટે કેવી રીતે આયોજન કરવું તેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા નીતિ આયોગના સભ્ય વી.કે.પોલે કરી હતી.

    આ દરમિયાન કેન્દ્રીય રાજ્ય આયુષમંત્રી શ્રીપદ નાયક પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપતા જણાવ્યું હતું કે, મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે હું પૂરેપૂરો સ્વસ્થ છું અને હોમ આઈસોલેશનમાં છું. છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાનો ટેસ્ટ કરાવી લે અને પોતાને આઈસોલેટ કરે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply