Skip to main content
Settings Settings for Dark

કોરોના સંક્રમણને કારણે જેઈઈ એડવાન્સ-2020 ની પરીક્ષા ન આપી શકનારા વિદ્યાર્થીઓને આવતા વર્ષે અપાશે તક

Live TV

X
  • કોવિડ-19 સંક્રમણના કારણે જેઈઈ જેવી પરીક્ષા ન આપી શકેલા વિદ્યાર્થીઓ હવે આગામી વર્ષે પરીક્ષા આપી શકશે. ભારતીય ટેકનોલોજી સંસ્થાનોની મળેલી સંયુક્ત બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોરોના સંક્રમિત હોવાના કારણે જે વિદ્યાર્થી આ વર્ષે જેઈઈ એડવાન્સની પરીક્ષા નથી આપી શક્યાં તેઓને આગામી વર્ષે પરીક્ષા આપવાની વધુ એક તક મળશે.

    આ ઉપરાંત જેઈઈ એડવાન્સ 2020ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવેલા જે વિદ્યાર્થીઓ કોવિડ-19ના કારણે લગાવેલા કેટલાંક પ્રતિબંધોને કારણે પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા ન હતાં તેઓને પણ આગામી વર્ષે આ પરીક્ષામાં બેસવાની તક મળશે. બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે, આવા વિદ્યાર્થીઓને આગામી વર્ષે ફરીથી જેઈઈ મેઈન્સ ક્વોલિફાઈ નહીં કરવી પડે.

    આ ઉપરાંત રાષ્ટ્રીય પાત્રતા, સહ પ્રવેશ પરીક્ષા, NEET-2020ની વિશેષ પરીક્ષાઓનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા તેવા ઉમેદાવારો માટે છે જેઓ કોવિડ-19 મહામારીના કારણે સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા ન હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply