કોરોના સામે ભારતની લડાઈની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે: PM મોદી
Live TV
-
પ્રધાનમંત્રીએ ભારતમાં કોવિડ-19ની સ્થિતિનો ચિતાર આપ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સીનેશન અને કોવિડ પ્રબંધન પર એક વર્કશોપને સંબોધન કર્યું હતું. પાડોશી દેશો સાથે કોવિડ પ્રબંધન પરના વર્કશોપના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ભારતમાં કોવિડ-19ની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, કે કોરોના સામે ભારતની લડાઈની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. ભારતમાં કોવિડ મૃત્યુ દર વિશ્વના સૌથી ઓછા છે. અમે ટેસ્ટિંગ અને મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ પર પોતાનો અનુભવ બધા સાથે શેર કર્યો છે. ઉપરાંત પ્રધાનમંત્રીએ સ્વાસ્થય પડકારો પર એક ક્ષેત્રીય પ્લેટફોર્મ શરૂ કરવાની સલાહ આપી છે. ઉપરાંત તેમણે ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓ માટે વિશેષ વીમા યોજના શરૂ કરવાના વિચાર અંગે પણ ચર્ચા કરી હતી.
