કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન રાજ્યની જનતા સાથે સંવાદ કર્યો
Live TV
-
પશ્ચિમ બંગાળમાં અમિત શાહે પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ.
પશ્ચિમ બંગાળની રાજકીય લડત માટે ભાજપના ટોચના નેતાઓ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરી રહ્યા છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ફરી એક વખત પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચી ગયા હતા. અમિત શાહે પાર્ટીની પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવવાની સાથે રાજ્યની જનતાની સાથે સંવાદ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગઇકાલે સવારે કોલકાતાના રાસ બિહારી એવેન્યૂ સ્થિત ભારત સેવાશ્રમ સંઘ પહોચ્યા હતા અને 12 વાગે તેઓ ગંગા સાગર સ્થિત કપિલ મુનિ આશ્રમ પણ ગયા હતા.
ત્યાર બાદ તેમણે નામ ખાનાના ઇન્દિરા મેદાનથી પરિવર્તન યાત્રાને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે જનતાને અપીલ કરી હતી કે પ્રધાનમંત્રી નરે્દ્ર મોદીને સોનાર બાંગ્લા બનાવવાનો એક મોકો આપો. બપોરે બે વાગે નારાયણપુરમાં એક શરણાર્થી પરિવારના ઘરે ભોજન લીધા બાદ તેમણે નામ ખાનાના સ્મશાન કાલી મંદિરથી રોડ શોનો પ્રારંભ કરાવ્યો હતો. મોડી સાંજે તેમણે અરવિંદો ભવન ખાતે પણ સભાને સંબોધી હતી.
