જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સૈન્યના જવાનોએ 3 આતંકીઓને ઠાર માર્યા
Live TV
-
આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો મળ્યા છે
જમ્મુ કશ્મીરના શોપિયાં ખાતે પડીગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સૈન્યના જવાનોએ 3 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો મળ્યા છે. તો બીજી તરફ બડગામના બીવાહામાં પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જેમાં જમ્મુ કશ્મીર પોલીસના એક એસપીઓ શહિદ થયા છે તો એક જવાન ગંભીર રૂપે ઘાયલ છે.
