Skip to main content
Settings Settings for Dark

કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ માટે હાઈકોર્ટેની રાજ્ય સરકારને ફટકાર

Live TV

X
  • કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં વિરોધ કરી રહેલા ડોકટરો અને પોલીસ પર હુમલાને લઈને કડક ટિપ્પણી કરી છે. કોર્ટે આ મુદ્દે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી છે અને આ હુમલાને રાજ્યની મોટી નિષ્ફળતા ગણાવી છે. કોર્ટે કહ્યું કે, જ્યારે પોલીસકર્મીઓ જ સુરક્ષિત નથી તો ડોક્ટરો ડર્યા વગર કેવી રીતે કામ કરશે.

    કોર્ટે કહ્યું- હોસ્પિટલ બંધ કરી દેવામાં આવે અને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે.

    કોર્ટે એમ પણ કહ્યું હતું કે, હોસ્પિટલ બંધ કરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો સારું રહેશે. દરમિયાન, રાજ્ય સરકારે પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું અને કહ્યું કે, ઘટના સમયે પોલીસ ત્યાં હાજર હતી. તેના પર કોર્ટે કહ્યું કે, આમ છતાં તે પોતાના લોકોને બચાવી શકી નથી. આખરે આ ડોક્ટરો ડર્યા વગર કેવી રીતે કામ કરશે?

    આરોગ્ય મંત્રાલયની મેડિકલ સંસ્થાઓને સૂચના, આરોગ્ય કર્મચારી પર હુમલાની 6 કલાકમાં FIR દાખલ કરો

    બીજી તરફ, કેન્દ્ર સરકારે ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાને લઈને મોટું પગલું ભર્યું છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે.

    આરોગ્ય કર્મચારીઓ સામે હિંસાની કોઈપણ ઘટના પર તાત્કાલિક પગલાં લેવા પડશે

    માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, ફરજ પરના કોઈપણ આરોગ્ય કર્મચારી સામે હિંસાની કોઈ ઘટના બને તો મહત્તમ 6 કલાકની અંદર એફઆઈઆર નોંધાવવી પડશે. આ જવાબદારી સંસ્થાના વડાની રહેશે અને તેણે આ સમય મર્યાદામાં એફઆઈઆર નોંધાવવી જોઈએ.

    જણાવી દઈએ કે, આરજી કાર મેડિકલ કોલેજમાં ગયા અઠવાડિયે મહિલા ડૉક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાના વિરોધમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું હતું. આ વિરોધ દરમિયાન બુધવારે રાત્રે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન આરોપ છે કે કેટલાક પ્રદર્શનકારીઓએ ડોક્ટરો પર હુમલો કર્યો અને પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો. આ સમયગાળા દરમિયાન સીસીટીવી કેમેરા, ખુરશીઓ, ટેબલ અને દરવાજા સહિત અનેક મહત્વપૂર્ણ તબીબી સાધનો તુટી ગયા હતા. જો કે, પોલીસના જણાવ્યા અનુસાર, જે રૂમમાં ડૉક્ટરનો બળાત્કાર અને હત્યા થઈ હતી ત્યાં કોઈ પહોંચી શક્યું ન હતું અને તે રૂમ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

    હાલમાં પોલીસે આ હુમલાના સંદર્ભમાં ત્રણ કેસ નોંધ્યા છે, જેમાં તોડફોડ, સરકારી સંપત્તિને નુકસાન અને આર્મ્સ એક્ટ હેઠળના કેસનો સમાવેશ થાય છે. જોકે, હોસ્પિટલ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ પોતે પૂછપરછ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply