ખરીફ પાકની ખરીદી અને વાવેતરમાં વધારો
Live TV
-
વર્ષ 2021 માટે કેન્દ્ર સરકાર એમએસપીના દરે ખરીફ પાકની ઝડપથી ખરીદી કરી રહી છે. કેન્દ્રિય કૃષિ અને કિસાન કલ્યાણ સચિવે જણાવ્યુ કે આ વર્ષે ખરીફ પાકની વાવેતર વધ્યુ છે અને ઉત્પાદન પહેલાં કરતાં વધુ રહેવાની સંભાવના છે. જેનાથી ખેડૂતોને પહેલા વર્ષ કરતાં વધારે નફો મળશે.

કેન્દ્ર સરકારે ચાલુ કરેલી ખરીફ પાકની ખરીદીમાં પંજાબમાં જ અત્યાર સુધીમાં 7 લાખ 82 હજાર મેટ્રિક ટન ધાનની ખરીદી થઈ ચુકી છે, જે ગયા વર્ષે 24 હજાર 452 મેટ્રિક ટન હતી. ભારતીય ખાદ્ય નિગમ અને રાજ્યોની એજન્સીઓએ દેશમાં આ ચાલુ વર્ષે 495 લાખ મેટ્રિક ટન ચોખા અને 738 લાખ મેટ્રિક ટન ધાનની ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકારે કહ્યુ છે કે ખેડૂતોનો પાક એમએસપીથી ઓછી કિંમત પર ન ખરિદાય તે માટે તમામ ઉપાયો કરાયા છે.
ગયા વર્ષે કેન્દ્ર સરકારે એફસીઆઈના માધ્યમથી ખેડૂતોને 2 લાક 696 કરોડ રુપિયા ચુકવ્યા હતા, જેમાંથી સૌથી વધુ પંજાબ અને હરિયાણાના ખેડૂતોને 82 હજાર 478 કરોડ રુપિયા ચુકવાયા હતા. કેન્દ્ર સરકારે જણાવ્યા પ્રમાણે ગયા વર્ષોમાં ખરીફ પાકની એમએસપી સતત વધી છે જેમાં ઘણા પાકની બે ગણી કિંમત પણ થઈ છે. કપાસની વાત કરીએ તો આ વર્ષમાં 5 ટકા એમએસપીનો વધારો થયો છે.