Skip to main content
Settings Settings for Dark

પીએમ મોદીએ કોરોના સામે જાગૃતિ અભિયાનની શરુઆત કરાવી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી કોવિડ-19 સંદર્ભે યોગ્ય વ્યવહાર માટે એક રાષ્ટ્રવ્યાપી જાગરૂકતા અભિયાનની ટ્વીટના માધ્ચમથી શરૂઆત કરી છે. આ અભિયાનમાં કોરોના માહામારી સામેની લડાઇમાં જન ભાગીદારીને સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયુ છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી કોવિડ-19 સંદર્ભે યોગ્ય વ્યવહાર માટે એક રાષ્ટ્રવ્યાપી જાગરૂકતા અભિયાનની ટ્વીટના માધ્ચમથી શરૂઆત કરી છે. આ અભિયાનમાં કોરોના માહામારી સામેની લડાઇમાં જન ભાગીદારીને સુનિશ્ચિત કરવા માટે આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયુ છે.

    આ અભિયાનમાં માસ્ક પહેરવું, સામાજિક અંતરનું પાલન કરવું તેમજ હાથની સ્વચ્છતા જેવા મહત્વના સૂચનનો આપવામાં આવશે. આવનારા તહેવારો, શિયાળાની ઋતુમાં ખાસ શું તકેદારી રાખવી તેને લઈને જાગૃતિ લાવવા આ અભિયાનમાં કામ કરાશે. અનલોકમાં ધીરે ધીરે બધું જ ખુલ્લી રહ્યું છે ત્યારે આ અભિયાન લોકોની જાગરૂકતા વધારવા માટે શરૂ કરાયું છે.

    આ અભિયાન અંતર્ગત સાર્વજનિક સ્થળો મેટ્રો, ઓટો રીક્ષા અને અન્ય સાર્વજનિક સ્થળો પર પોસ્ટર બેનર લગાવીને લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા જાગરુક્તા અભિયાન પણ ચલાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જ્યાં સુધી વેકિસન નથી શોધાતી ત્યાં સુધી માસ્ક અને સામાજિક અંતર જ કોરોના સામે લડવાનું હથિયાર છે. પ્રધાનમંત્રીએ તેમના ટ્વીટ સંદેશમાં જણાવ્યું છે કે, સામાજિક અંતર જાળવો, માસ્ક વ્યવસ્થિત પહેરો અને હાથ વારંવાર સાફ કરીને કોરોનાને હરાવો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply