Skip to main content
Settings Settings for Dark

ખેડૂત પ્રદર્શન મામલે સરકારે આંદોલનકારી ખેડૂતો સાથે કરી બેઠક

Live TV

X
  • 18 ફેબ્રુઆરીએ ફરીથી ખેડૂત પ્રતિનિધિઓ સાથે વાતચીત થશે.

    સરકાર ખેડૂત આંદોલન અંગે વાતચીત કરવાના તમામ પ્રયાસો કરી રહી છે.  ત્યારે ગઈકાલે રાત્રે  કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાવે ખેડૂતો સાથે ત્રીજી બેઠક યોજી હતી.

    આ બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ થયા હતા. આ બેઠક દરમિયાન લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી અંગે ચર્ચા કરવામાં આવી હતી અને શાંતિ સ્થાપવા સર્વસંમતિ દર્શાવવામાં આવી હતી.

    આ બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે, ખૂબ જ સારા વાતાવરણમાં સકારાત્મક ચર્ચા થઈ છે અને 18 ફેબ્રુઆરીએ ખેડૂતો સાથે ફરીથી વાતચીત થશે. ઉલ્લેખનીય છે કે, 13 ફેૂબ્રુઆરીથી ખેડૂતોએ MSP ગેરંટી, લોન માફી સહિત અનેક માંગણીઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply