Skip to main content
Settings Settings for Dark

ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સની જાહેરાત, સ્ટેડિયમમાં કુલ 7 ગેમ્સની સ્પર્ધાનું આયોજન

Live TV

X
  • કેન્દ્રીય યુવા કાર્યક્રમ તથા રમતમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સની જાહેરાત કરી છે.

    કેન્દ્રીય યુવા કાર્યક્રમ તથા રમતમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સની જાહેરાત કરી છે. દિલ્હીમાં 10 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભારતીય ખેલ પ્રાધિકરણના ત્રણ સ્ટેડિયમમાં કુલ 7 ગેમ્સની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. પેરા ગેમ્સને વિકસિત કરવાની પહેલ તરફ આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. જેથી પેરા એથ્લીટની ઓળખ થઈ શકશે.

    કેન્દ્રીય યુવા કાર્યક્રમ તથા રમતમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું કે, ‘ભારતીય ગેમ્સ માટે ખેલો ઈન્ડિયા માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. ખેલો ઈન્ડિયા ગેમ્સે આ યોજનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. 2018 પછી કુલ 11 ખેલો ઈન્ડિયા ગેમ્સ, 5 ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ, 3 ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને 3 ખેલો ઈન્ડિયા વિંટર ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. જેથી 1,000 પ્રતિભાશાળી એથ્લીટની ઓળખ થઈ છે. જેમાંથી અનેક એથ્લીટે એશિયન ગેમ્સ, રાષ્ટ્રમંડળ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો છે. આગામી ગેમ્સમાં ભાગ લેનાર પેરા એથ્લીટને શુભકામનાઓ આપું છું.’

    ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સમાં 1,350થી વધુ પ્રતિભાગીઓ શામેલ થઈ શકે છે. જેમાં પેરા એથ્લેટિક્સ, પેરા શુટિંગ, પેરા ફુટબોલ, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ અને પેરા વેઈટ લિફ્ટિંગ સહિત ગેમ્સનું આયોજન થઈ શકે છે. ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ આઈજી સ્ટેડિયમ, તુગલકાબાદ શુટિંગ રેન્જ અને જે એલ એન સ્ટેડિયમમાં યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply