Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી અને બિહાર વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ

Live TV

X
  • ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને આજે તેનું પરિણામ આવશે. મત ગણતરીને લઈ ચૂંટણી પંચ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતની સાથે સાથે આજે બિહાર વિધાનસભાની ચૂંટણીના પણ પરિણામ જાહેર થશે. જેને લઈને પણ ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. રાજ્યના 38 જિલ્લામાં 55 મત ગણતરી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.

    આજે હાથ ધરવામાં આવનાર મતગણતરી માટે ચૂંટણી પંચ દ્વારા મત ગણતરી કેન્દ્રો ઉપર સી.સી.ટી.વી. કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા ઈ.વી.એમ.ની સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સવારે આઠ વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઇ ગઈ છે.

    આ વખતે કોવિડ-19 મહામારીને અનુલક્ષીને 45 ટકા વધુ મતદાન કેન્દ્રો બનાવાયા હતા. જેમાં સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અઢી લાખથી વધુ ટપાલ મત પત્રની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોસ્ટલ બેલેટની મતગણતરી પ્રથમ કરવામાં આવશે. મતગણતરી માટે 24 વધુ રાઉન્ડ યોજાશે. સૌથી વધુ ત્રણ મત ગણતરી કેન્દ્રો ગયા જિલ્લામાં છે. 

    બિહારની રાજધાની પટણાની તમામ 14 બેઠકો માટેની મતગણતરી એ.એમ કોલેજ પરિસરમાં કરવામાં આવશે. રાજ્યમાં ત્રણ તબક્કામાં મતદાન કરવામાં આવ્યું હતું. એક્ઝિટ પોલમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે 243 બેઠકો માટે કાંટે કી ટક્કર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply