Skip to main content
Settings Settings for Dark

એનજીટીએ લગાવેલ દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ 30 નવેમ્બર સુધી લાગુ રહેશે

Live TV

X
  • રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદુષણનું સ્તર વધવાથી આકાશમાં સવારે અને સાંજે ધુમાડાની ચાદર છવાઇ જાય છે. કેટલાક વિસ્તારમાં વાયુની ગુણવત્તા વધુ પડતી ખરાબ થઇ છે. જેના પગલે એનજીટીએ દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ઉપર સંમ્પુર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. જે મધ્યરાત્રીથી 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં હવામાં પ્રદુષણ ચિંતાજનક થયું છે. આ ઉપરાંત ગાજીયાબાદ, નોયડા, ફરિદાબાદ, ગુરૂગ્રામમાં આકાશમાં ધુમાડાની એક લહેર છવાઇ રહે છે. તાપમાનમાં ધટાડો થતાં હવાની ગુણવત્તા છેલ્લા કેટલાક દિવસથી સતત બગડી રહી છે. ધણી જગ્યાએ એર ક્વોલીટી ઇન્ડેકસ 472 થી ઉપર રહ્યું છે. આ પ્રદુષણ લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. પ્રદુષણ ઉપર નિયંત્રણ લગાવવા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ફટાકડાનું વેચાણ અને તેને ફોડવા ઉપર 9 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી સમગ્ર એનસીઆરમાં પ્રતિબંધીત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply