Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહનો ઉત્તરાખંડ પ્રવાસ

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહનો ઉત્તરાખંડ પ્રવાસ: આજે હરિદ્વારમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન અને ગાયત્રી પરિવારના શતાબ્દી સમારોહમાં આપશે હાજરી

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઉત્તરાખંડ પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેઓ ધાર્મિક નગરી હરિદ્વારમાં વિવિધ મહત્વના કાર્યક્રમોમાં સહભાગી થશે. ગૃહમંત્રી હરિદ્વારમાં પતંજલિ ઇમરજન્સી અને ક્રિટીકલ કેર હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન કરશે, જે આ વિસ્તારની આરોગ્ય સુવિધાઓમાં મોટો વધારો કરશે. તેઓ શાંતિકુંજ સ્થિત ગાયત્રી પીઠ જશે, જ્યાં પવિત્ર અખંડ જ્યોતિના દર્શન કરી આશીર્વાદ મેળવશે. બૈરાગી દ્વીપ પર ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત માતા ભગવતી દેવી શર્માની જન્મ શતાબ્દી અને અખંડ દ્વીપ શતાબ્દી વર્ષ સમારોહ-2026 માં પણ તેઓ વિશેષ ઉપસ્થિત રહેશે.

    ગઈકાલે પ્રવાસના પ્રથમ દિવસે અમિત શાહે ઋષિકેશના ગીતાભવન સ્વર્ગાશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ગીતાપ્રેસ દ્વારા પ્રકાશિત પ્રતિષ્ઠિત માસિક પત્રિકા 'કલ્યાણ'ના શતાબ્દી વર્ષ વિમોચન સમારોહમાં ભાગ લીધો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply