MSME સેક્ટરને કેન્દ્રીય મંત્રી મંડળે આપ્યો વધુ ભાર
Live TV
-
MSME સેક્ટરને કેન્દ્રીય મંત્રી મંડળે આપ્યો વધુ ભાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના લઘુ ઉદ્યોગો (MSME) અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના હિતમાં બે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
MSME ક્ષેત્ર માટે ₹5,000 કરોડનું પેકેજ
સરકારે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (SIDBI) ને 5,000 કરોડ રૂપિયાની ઇક્વિટી સહાય આપવાની મંજૂરી આપી છે. આ મૂડીનું રોકાણ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. આ રોકાણના પરિણામે વર્ષ 2028ના અંત સુધીમાં આશરે 25.74 લાખ નવા MSME લાભાર્થીઓ બેંકિંગ સુવિધાઓ અને લોન સહાય સાથે જોડાશે તેવી આશા છે. હાલમાં દેશમાં 6.90 કરોડ MSME એકમો કાર્યરત છે, જેમના દ્વારા 30 કરોડથી વધુ લોકોને રોજગારી મળી રહી છે. સરકારના આ નવા પગલાથી રોજગારીની તકોમાં મોટો વધારો થશે.
અટલ પેન્શન યોજનાનો વર્ષ 2031 સુધી વિસ્તાર
અસંગઠિત ક્ષેત્રના લોકોની સામાજિક સુરક્ષાને ધ્યાને રાખીને કેબિનેટે અટલ પેન્શન યોજનાને મોટી રાહત આપી છે. આ યોજનાને ચાલુ રાખવા તેમજ તેના પ્રચાર અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ માટેની નાણાકીય સહાયને વર્ષ 2031 સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ લાખો ઓછી આવક ધરાવતા શ્રમિકોને વૃદ્ધાવસ્થામાં નિયમિત આવક પૂરી પાડી તેમનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે.
