Skip to main content
Settings Settings for Dark

ચંપાઈ સોરેન આજે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

Live TV

X
  • ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેન આજે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગવર્નર સીપી રાધાકૃષ્ણને ગઈકાલે સાંજે શ્રી ચંપાઈ સોરેનને શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. ગઈકાલે ચંપાઈ સોરેન રાજ્યપાલને મળ્યા હતા અને તેમને શપથ ગ્રહણ માટે બોલાવવાની ભલામણ કરી હતી.

    આ પગલું થોડા કલાકો બાદ લેવામાં આવ્યું હતું. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ બાદ બુધવારે રાત્રે હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ચંપાઈ સોરેન ઝારખંડ મુક્તિ મોરચા વિધાનસભ્ય પક્ષના નવા નેતા બન્યા.

    એ જ રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ઝારખંડના શાસક ઝારખંડ મુક્તિ મોરચા-કોંગ્રેસ અને આરજેડી ગઠબંધન પાસે 81 સભ્યોના ગૃહમાં 47 ધારાસભ્યો છે અને બહુમતીનો આંકડો 41 છે. હાલમાં 43 ધારાસભ્યો ચંપાઈ સોરેનને સમર્થન આપી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply