ચાર દિવસીય છઠ્ઠ પૂજાનો આજે અંતિમ દિવસ, મહિલાઓએ ઉગતા સૂર્યને કર્યા નમન
Live TV
-
આજે ચાર દિવસીય છઠ્ઠ પૂજાનો અંતિમ દિવસ છે. આજે વ્રત કરનાર મહિલાઓ ઉગતા સૂર્યને નમન કરી રહી છે.
આજે ચાર દિવસીય છઠ્ઠ પૂજાનો અંતિમ દિવસ છે. આજે વ્રત કરનાર મહિલાઓ ઉગતા સૂર્યને નમન કરી રહી છે. ઉગતા સૂર્યને અર્ધ્ય આપવા માટે બિહાર સહિત દેશમાં શ્રદ્ધાળુઓ નદી કિનારે બનાવેલ ઘાટ પર ઉમટ્યા છે. સૂર્યને અર્ઘ્ય આપવા પટણાના ગાયઘાટ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. તો ઓરંગાબાદના પ્રસિદ્ધ સૂર્ય મંદિરમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ તહેવાર મનોકામની પૂર્તિ અને પરિવારના કલ્યાણ માટે મનાવવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પાણીમાં ઉભા રહીને સૂર્ય દેવને ફળ અને પ્રસાદ અર્પણ કર છે.
