વિધાનસભા ચૂંટણી માટે રાજસ્થાનમાં પ્રચાર અભિયાન તેજ, પ્રધાનમંત્રીની પાલીમાં ચૂંટણી પ્રચાર સભા
Live TV
-
વિધાનસભા ચૂંટણી માટે રાજસ્થાનમાં પ્રચાર અભિયાન ચરમ સીમાએ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પાલીમાં વિજય સંકલ્પ સભાને સંબોધશે.
વિધાનસભા ચૂંટણી માટે રાજસ્થાનમાં પ્રચાર અભિયાન ચરમ સીમાએ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પાલીમાં વિજય સંકલ્પ સભાને સંબોધશે. ત્યારબાદ તેઓ પીલી-બંગામાં એક ચૂંટણી રેલીમાં ભાગ લેશે અને ત્યારબાદ બીકાનેરમાં રોડ શોમાં ભાગ લેશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉદેપુર અને રાજસ-મંદમાં રેલીમાં ભાગ લેશે. મુખ્યમંત્રી અશોક ગેહલોત પોતાની સાત ગેરંટીઓ સાથે ફરીથી સત્તા પર આવવા પ્રચાર અભિયાનમાં જોડાયા છે. તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પ્રચાર અભિયાનમાં જોડાયા છે.
બીજી તરફ, તેલંગાણાના જલ-ગાં અને કોરા-કલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી સભાઓ ગજવશે અને ઉતપલ વિધાનસભામાં રોડ શોમાં ભાગ લેશે.
