Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસના ઓડિશાના પ્રવાસે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસના ઓડિશાના પ્રવાસે છે. આજે રાષ્ટ્રપતિ બારી-પદામાં અખિલ ભારતીય સંતાલી લેખક સંઘના 36 મા વાર્ષિક સંમેલન અને સાહિત્યિક મહોત્સવના ઉદ્ઘાટનમાં ભાગ લેશે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસના ઓડિશાના પ્રવાસે છે. આજે રાષ્ટ્રપતિ બારી-પદામાં અખિલ ભારતીય સંતાલી લેખક સંઘના 36 મા વાર્ષિક સંમેલન અને સાહિત્યિક મહોત્સવના ઉદ્ઘાટનમાં ભાગ લેશે. સાથે કુલીયાણામાં, એકલ્વ્ય મોડેલ આવાસી શાળાનું ઉદ્ઘાટન કરશે. આવતી કાલે રાષ્ટ્રપતિ પહાડપુર ગામમાં કૌશલ પ્રશિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરાવશે અને બાદામ પહાડ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરશે. રાષ્ટ્રપતિ ત્રણ નવી ટ્રેનો બાદામ પહાડ-ટાટાનગર મેમુ, બાદામપહાડ- રાઉર કેલા એક્સપ્રેસ અને બાદામપહાડ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનને પ્રસ્થાન કરાવશે. તેઓ બાદામ પહાડ રેલવે સ્ટેશનના પુનઃવિકાસની આધારશિલા મૂકશે. સાથે ન્યૂ રાયરંગપુર પોસ્ટલ વિભાગનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ બાદામ પહાડથી રાયરંગપુર સુધી ટ્રેનની સફર પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply