પ્રધાનમંત્રીએ ભારતીય ટીમનો વધાર્યો ઉત્સાહ કહ્યું, ‘140 કરોડ ભારતીયો તમારા માટે જય જયકાર કરી રહ્યા છે.’
Live TV
-
ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ મેચને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય ચાહકોમાં ભારે ઉત્સાહ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર ‘ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવીને ઉત્સાહમાં વધારો કર્યો છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 140 કરોડ ભારતીયો તમારા માટે જય જયકાર કરી રહ્યા છે.’
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC વર્લ્ડ કપની ફાઇનલ મેચ શરૂ થવામા ગણતરીની કલાકો બાકી રહ્યાં છે. આ પહેલા એર-શો સહિતના વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાનાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા પ્રેક્ષકોનો પ્રવેશ શરૂ થયો છે.સમગ્ર અમદાવાદના ક્રિકેટપ્રેમીઓનો પ્રવાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ ધસી રહ્યો છે. ક્રિકેટપ્રેમી પ્રેક્ષકો પોતાને ગમતા ખેલાડીઓની જર્સી પહેરવા ઉપરાંત ગાલ ઉપર તિરંગા સહિતનો ચિત્રો દોરાવે છે. સ્ટેડિયમની બહાર ઉત્સવનું વાતાવરણ જામ્યું છે. લોકો હાથમાં વિવિધ બેનર તેમજ રાષ્ટ્ર ધ્વજ લઇને સ્ટેડિયમ તરફ જતા જોવા મળે છે. પ્રેક્ષકોનું જુથ સ્ટેડિયમ તરફ જતા સમયે ભારત માતા કી જય, વંદે માતરમના સુત્રોચાર કરીને ઉત્સાહભર્યુ વાતાવરણ ઉભુ કરી રહ્યાં છે. તો બંને ટીમો સ્ટેડિયમ પર પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી.
