Skip to main content
Settings Settings for Dark

ચાર રાજ્યોમાં PPP મોડલ આધારિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કિલની સ્થાપના થશે-રવિશંકર પ્રસાદ

Live TV

X
  • એક્વા કલ્ચર ઇન્ફ્રાસ્ટકચર માટે 7,522 કરોડની ફાળવણીને મંત્રીમંડળે મંજૂરી આપી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જણાવતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ચાર રાજ્યોમાં પીપીપી મોડલ આધારિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કિલની સ્થાપના કરવામાં આવશે. સાથે જ એક્વા કલ્ચર ઇન્ફ્રાસ્ટકચર માટે 7,522 કરોડની ફાળવણીને મંત્રીમંડળે મંજૂરી આપી હતી. તો આશા વર્કરનો વિઝીટ ચાર્જ 250 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરવાનો નિર્ણય મંત્રીમંડળે લીધો હતો. ઉપરાંત મંત્રીમંડળે બ્રિકસ દેશો વચ્ચે પર્યાવરણ ક્ષેત્રમાં સહયોગ આપવાની સમજૂતીને પણ મંજૂરી આપી હતી. તો ઉત્તર પ્રદેશના બહરાઇચ બલરામપુર, શ્રાવસ્તીને જોડતી બહરાઇચ અને ખલીલાબાદ વચ્ચે નવી બ્રોડગ્રેજ લાઇનને મંજૂરી આપવામાં આવી હતી. આ પરિયોજના માટે 4,939.78 કરોડનો ખર્ચ થશે. આ રેલ્વે લાઇન જૈન ધર્મના મહત્વના તીર્થ શ્રાવસ્તી પહોંચવા તેમજ 51 શક્તિપીઠો પૈકી મહત્વના એક દેવીપાટન મંદિરે જવા શ્રદ્ધાળુઓ માટે ઉપયોગી બની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply