"મૈ નહીં હમ વેબ પોર્ટલ" તથા એપ લોન્ચ કરતા પ્રધાનમંત્રી
Live TV
-
આ પોર્ટલ, IT સાથે જોડાયેલ વ્યવસાયીકો અને સંગઠનોને, સમાજ સેવા સાથે સંકળાયેલા તેમના પ્રયાસોને એક સાથે લાવવાનો મંચ ઉપલબ્ધ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના ઈન્ફર્મેશન ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ વ્યવસાયિકો તથા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ સાધ્યો હતો. તેમજ "મૈ નહીં હમ વેબ પોર્ટલ" તથા એપ લોન્ચ કરી હતી. પ્રધાનમંત્રીએ આ તકે બોલતા જણાવ્યું હતું કે "સેલ્ફ ફોર સોસાયટી"ની થીમ ઉપર કામ કરતા આ પોર્ટલ, IT સાથે જોડાયેલ વ્યવસાયીકો અને સંગઠનોને, સમાજ સેવા સાથે સંકળાયેલા તેમના પ્રયાસોને એક સાથે લાવવાનો મંચ ઉપલબ્ધ કરશે. આ માધ્યમથી ટેકનોલોજીનો લાભ, સમાજના છેવાડાના લોકો સુધી પહોંચાડવાના સહયોગમાં ઝડપ લાવી શકાશે. આ પોર્ટલ દ્વારા સમાજના હિતમાં કામ કરવા ઈચ્છુક લોકોની વ્યાપક ભાગીદારીને ઉત્તેજન મળશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક નાનો પ્રયાસ મોટો બદલાવ લાવી શકે છે. આમ કહેતા તેમણે દાહોદના આદિવાસી જિલ્લામાં એક શિક્ષકે કરેલા પ્રયાસનું સ્મરણ કર્યું હતું તેમણે કહ્યું કે દાહોદમાં શિક્ષકે શાળાના પ્રાંગણમાં અરિસો લટકાવ્યો હતો અને વિદ્યાર્થીઓને કહ્યું કે વર્ગમાં આવતા પહેલા તેઓ અરીસામાં જોઈને આવે. અને બસ આ પ્રયાસ રંગ લાવ્યો અને વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે આવતા થઈ ગયા
