ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજનાર વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચની બેઠક
Live TV
-
ચાર રાજ્યો આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરલ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુદ્દુચેરીમાં યોજાનાર છે. ચૂંટણી પંચ આજે વિધાનસભા ચુટણીમાં કોઈપણ પ્રકારની ગડબડ રોકવા માટે દેશના જુદા-જુદા વિભાગોના પ્રમુખો સાથે બેઠક કરશે.

આ બેઠકમાં રાજસ્વ સચિવ, CBDT અધ્યક્ષ, CBIC અધ્યક્ષ અને FIU ઈન્ડિયાના નિર્દેશક હાજર રહશે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગેરકાયદેસર રોકડ રકમ અને અન્ય વસ્તુઓના વિતરણને રોકવા સાથે દરેક પરિસ્થિતિનો સામનો કરવાની રણનીતિ બનાવવાનો છે.
આ પહેલાં ચૂંટણીપંચે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનાર ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ તારીખો પ્રમાણે 27 માર્ચ થી 29 એપ્રિલ સુધી તબક્કા પ્રમાણે ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાશે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં, તમિલનાડુ, કેરલ અને પુદ્દુચેરીમાં મતદાનની પ્રક્રિયા એક જ તબક્કામાં 6 એપ્રિલે થશે. જ્યારે આસામ વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની આ ચૂંટણીનુ પરિણામ એક સાથે 2જી મેના રોજ જાહેર કરાશે.