છત્તીસગઢના રાયપુરમાં વિષ્ણુદેવ સાયે આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા
Live TV
-
છત્તીસગઢમાં પણ આજે નવી સરકારની રચના છે. ધારાસભ્ય દળની બેઠકમાં ચૂંટાયેલા નેતા વિષ્ણુદેવ સાયે આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાયપુરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે શપથ સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ પણ શપથ લીધા છે. મહત્વનું છે કે ધારાસભ્ય દળની બેઠકમાં અરુણ સાવ અને વિજય શર્માને ઉપમુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શપથગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સહિત દિગ્ગજો હાજર છે.
