Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢની મહિલાઓને મહતારી વંદના યોજનાનો પહેલો હપ્તો મળ્યો

Live TV

X
  • પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 70 લાખ મહિલોઓને તેમના ખાતામાં પહેલો હપ્તો ટ્રાન્સફર કર્યો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી છત્તીસગઢમાં મહાતારી વંદના યોજના માટે પાત્રતા ધરાવતી મહિલાઓને આ યોજના હેઠળ પ્રથમ હપ્તાનું વિતરણ કર્યું. છત્તીસગઢ રાજ્યની પાત્રતા ધરાવતી વિવાહિત મહિલાઓને માસિક DBT તરીકે દર મહિને 1 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

    મહિલાઓનું આર્થિક સશક્તીકરણ સુનિશ્ચિત કરવા, તેમને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા, લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને પરિવારમાં મહિલાઓની નિર્ણાયક ભૂમિકાને મજબૂત બનાવવાની કલ્પના કરવામાં આવી છે.

    આ યોજનાથી રાજ્યની તમામ પાત્ર વિવાહિત મહિલાઓને લાભ મળશે, જેમની ઉંમર 1 જાન્યુઆરી, 2024 સુધી 21 વર્ષથી વધુ છે. વિધવાઓ, છૂટાછેડા લીધેલી અને તરછોડાયેલી મહિલાઓ પણ આ યોજના માટે પાત્ર બનશે. લગભગ 70 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply