પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં શ્રી કાશી વિશ્નનાથ મંદિરમાં દર્શન કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે બે દિવસની મુલાકાતે વારાણસી પહોંચ્યા હતા. વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રીનું પોતાના મત વિસ્તાર વારાણસીમાં જોરદાર સ્વાગત કરાયું. અહીં પ્રધાનમંત્રી મોદીનો મેગા રોડ શો યાજાયો હતો. રોડ શો દરમિયાન લોકોએ પીએમ મોદીના કાફલા પર પુષ્પવર્ષા કરી હતી. પીએમ મોદીની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. પીએમ મોદીએ હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં શ્રી કાશી વિશ્નનાથ મંદિરમાં દર્શન કર્યા. પ્રધાનમંત્રીએ મોદીએ મંદિરમાં-પૂજા અર્ચના પણ કરી. પ્રધાનમંત્રી આજે સવારે વારાણસીથી આઝમગઢ જવા રવાના થશે. આઝમગઢમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્ય માટે રૂ. 42 હજાર કરોડના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આઝમગઢમાં જનસભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુહેલદેવ સ્ટેટ યુનિવર્સિટીની પણ મુલાકાત લેશે.
