Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું

Live TV

X
  • છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરી શકશે

    છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરી શકશે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં આઠ જિલ્લાની 18 વિધાનસભા સીટો માટે  12 નવેમ્બરે મતદાન થશે. તે માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ  23 ઓક્ટોબર નિશ્ચિત કરવામાં આવી છે. 24 ઓક્ટોબરે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. ઉમેદવાર 26 ઓક્ટોબર સુધીમાં  પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુબ્રત શાહુએ જણાવ્યું હતું  કે પ્રથમ તબક્કાના મતદાન માટે  તૈયારીઓ પૂરી કરાઈ છે. પ્રથમ ચરણમાં 31 લાખ 79 હજાર 520 મતદાતા  પોતાના મતધિકારનો ઉપયોગ કરી શકશે. 100 ટકા મતદાન સુનિશ્ચિત કરવા માટે  4336 મતદાન કેન્દ્રો બનાવાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply