છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે
Live TV
-
પ્રથમ ચરમમાં 31 લાખ 79 હજાર 520 મતદાતા પોતાના મતધિકારનો ઉપયોગ કરી શકશે
છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડશે અને ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરી શકશે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં આઠ જિલ્લાની 18 વિધાનસભા સીટો માટે 12 નવેમ્બરે મતદાન થશે. તે માટે ઉમેદવારીપત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર નિશ્ચિત કરવામાં આવી છે. 24 ઓક્ટોબરે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. અને ઉમેદવારી 26 ઓક્ટોબર સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુબ્રત શાહુએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓ પૂરી કરાઈ છે. પ્રથમ ચરમમાં 31 લાખ 79 હજાર 520 મતદાતા પોતાના મતધિકારનો ઉપયોગ કરી શકશે. 100 ટકા મતદાન સુનિશ્ચિત કરવા માટે 4336 મતદાન કેન્દ્રો બનાવાયા છે.
