પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું
Live TV
-
ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય રાજકીય પક્ષો અને પ્રાદેશિક પક્ષ પોતાના પ્રચારને ધાર આપવામાં લાગ્યા છે
પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય રાજકીય પક્ષો અને પ્રાદેશિક પક્ષ પોતાના પ્રચારને ઘાર આપવામાં લાગ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે સતનામાં કમલશક્તિ સંવાદ કાર્યક્રમ કાર્યકર્તાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણી કોંગ્રેસને મધ્યપ્રદેશથી મૂળ સહિત ઉખાડી ફેંકશે. શાહે કહ્યું કે, કોંગ્રેસ 90 વર્ષ સુધી દેશમાં શાસન કર્યું હતું. જેમાં સામાન્ય જનતા માટે કશુ કર્યું નથી. બાદમાં અમિત શાહે રીમામાં જનજાતિય સંમેલનમાં અને જબલપુરમાં કાર્યકર્તા સંમેલનમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશ રાજ્યના પ્રવાસ દરમિયાન તમામ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ દતીયામાં પીતાંબરા પીઠ મઠમાં પૂજા અર્ચના કરી હતી. બાદમાં દતીયામાં રેલીને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસની સરકાર બનશે બાદ તેઓ ખેડૂતોના દેવા માફ કરશે. આ સાથે તેમણે કહ્યું કે, યુવાનોને રોજગાર ઉપલબ્ધ કરાવવો તે તેમની પ્રાથમિકતા રહેશે
