જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન-બીજો સુધારો બિલ: 2023 આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું
Live TV
-
સરકારે આજે સંસદમાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન-બીજો સુધારો બિલ, 2023 રજૂ કર્યો હતો. બિલમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. તેનો ઉદ્દેશ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદો બનાવવાની પ્રક્રિયાઓમાં જનપ્રતિનિધિઓ તરીકે મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ અને સહભાગિતાને સક્ષમ કરવાનો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર-સુધારા બિલ, 2023 પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલમાં પુડુચેરી વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આ બંને બિલ રજૂ કર્યા હતા.
