રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માના નામની જાહેરાત
Live TV
-
રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટેનું સસ્પેન્સ આખરે સમાપ્ત થઈ ગયું છે. 3 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી અનેક નામો અંગે ચર્ચા ચાલી રહી હતી. દરમિયાન ભાજપે નિરીક્ષકોની નિમણૂક કરી અને ધારાસભ્ય દળની બેઠકમાં ભજનલાલ શર્માના નામને મંજૂરી આપવામાં આવી.
રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. હવે રાજ્યની સત્તાની કમાન ભજનલાલ શર્માના હાથમાં રહેશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ભજન લાલ શર્માના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. તેઓ સાંગાનેર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. તેમના નામનો પ્રસ્તાવ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ કર્યો હતો.
આ સાથે પાર્ટીએ નક્કી કર્યું છે કે રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમ હશે. આ માટે પ્રેમચંદ બૈરવા અને દિયા કુમારીના નામને મંજૂરી આપવામાં આવી છે. સ્પીકર માટે વાસુદેવ દેવનાનીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.
