Skip to main content
Settings Settings for Dark

મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (સેવાની શરતો અને કાર્યકાળ) બિલ, 2023 રાજ્યસભામાં વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરાયું

Live TV

X
  • મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (સેવાની શરતો અને કાર્યકાળ) બિલ, 2023 રાજ્યસભામાં વિચારણા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રજૂઆત કરી હતી. આ બિલ ચૂંટણી પંચ (ચૂંટણી કમિશનરની સેવાની શરતો અને કાર્યો) અધિનિયમ, 1991નું સ્થાન લેશે. તે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક, પગાર અને હટાવવા સાથે સંબંધિત છે.

    બિલની જોગવાઈઓ અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક પસંદગી સમિતિની ભલામણ પર કરવામાં આવશે. આ સમિતિમાં પ્રધાનમંત્રી, એક કેન્દ્રીય મંત્રી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અથવા લોકસભામાં સૌથી મોટા વિરોધ પક્ષના નેતાનો સમાવેશ થશે.

    બિલ રજૂ કરતાં અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે, તે સુપ્રીમ કોર્ટની ભાવના અનુસાર લાવવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના સાંસદ રણદીપ સુરજેવાલાએ બિલની જોગવાઈઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તે બંધારણની મૂળ ભાવના અનુસાર નથી. નિમણૂક પ્રક્રિયા અંગે તેમણે કહ્યું કે નિમણૂક સમિતિ એ માત્ર એક ઔપચારિકતા છે, કારણ કે આ સમિતિ પર સરકારનો સંપૂર્ણ અંકુશ હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply