Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્લીમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજેન્સ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • નવી દિલ્હીમાં ભારત પેવેલિયન ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર ગ્લોબલ એન્ગેજમેન્ટ સમિટને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સામાજિક અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે છે. તેમણે કહ્યું કે જો નૈતિક, આર્થિક અને સામાજિક સમસ્યાઓનું સમાધાન થશે તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વિશ્વાસ વધશે.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્તમાન અને ભાવિ પેઢીઓ પર નોંધપાત્ર અસર કરી રહી છે અને દરેક વ્યક્તિએ અત્યંત સાવધાની સાથે આ દિશામાં આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, આ સમિટમાંથી ઉદ્ભવતા સૂચનો અને વિચારો વિશ્વને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નકારાત્મક પાસાઓથી ઉદ્ભવતા સંભવિત જોખમો અને પડકારોથી બચાવવામાં મદદ કરશે.

    પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશનની ભાવના જોવા મળી રહી છે. AI પ્રતિભા અને તેનાથી સંબંધિત નવા વિચારોમાં ભારત અગ્રેસર બની રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે ભારતમાં યુવા ટેક્નોલોજી નિષ્ણાતો અને સંશોધકો AIના ક્ષેત્રમાં નવી સંભાવનાઓ શોધી રહ્યા છે.

    વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ સમિટનું આયોજન એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે વિશ્વભરમાં એઆઈને લઈને સઘન ચર્ચા ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply