જમ્મુ-કાશ્મીરના શોપિયાના જેનાપુરમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
Live TV
-
સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ આતંકવાદી ઠાર, CRPFના બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઇજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના શોપિયાના જેનાપુરમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાંચ આતંકવાદીને ઠાર મરાયા છે. શોપિયા જિલ્લાના બડીગામ ઇમામશાહી વિસ્તારમાં સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા ગોળીબાર વચ્ચે આતંકવાદીઓ છુપાયાની જાણ થતાં સુરક્ષાદળે ઘેરો મજબૂત બનાવ્યો હતો. અગાઉ શ્રીનગરના છત્તાબલમાં સુરક્ષાદળ અને આતંકવાદી વચ્ચે ગઇકાલે જોરદાર અથડામણ થઈ હતી અને અથડામણમાં જવાનોએ ત્રણ આતંકવાદી ઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલામાંથી બે આતંકવાદી પાકિસ્તાની હતા. આતંકવાદી પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો કબજે કરાયો હતો. આ અથડામણમાં CRPFના બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઇજાગ્રસ્ત બન્યો છે...
