જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને અંતાંકીઓ વચ્ચે મુઠભેડ, 2 આતંકવાદી ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને અંતાંકીઓ વચ્ચે મુઠભેડ, 2 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના સોપોર વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગુરુવારે ગોળીબાર શરૂ થયો હતો. મોડીરાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સોપોરના સાગીપોરા વિસ્તારમાં આતંકવાદીઓના એક જૂથ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળ્યા બાદ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સમાચાર છે કે અહીં ત્રણથી ચાર આતંકીઓ છુપાયા છે અને સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે.
