Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર પોલીસે પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર થયેલા ગોળીબારની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરી

Live TV

X
  • જમ્મુ-કાશ્મીર પોલીસે પૂર્વ મુખ્યમંત્રી અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા પર થયેલા ફાયરિંગના કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ-SITની રચના કરી છે. આ ટીમ જમ્મુ-સાંબા-કઠુઆ રેન્જના પોલીસ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (DIG)ની દેખરેખ હેઠળ કામ કરશે.

    ટીમમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંજય શર્મા, પોલીસ અધિક્ષક ઈર્શાદ હુસૈન રાઠર, ડેપ્યુટી પોલીસ અધિક્ષક અરવિંદ કુમાર સાંબ્યાલ; ઇન્સ્પેક્ટર સ્વરૂપ સિંહ, ઇન્સ્પેક્ટર પરમજીત સિંહ, ગંગ્યાલ પોલીસ સ્ટેશનના એસએચઓ (SHO) ઇન્સ્પેક્ટર સંજીવ ચિબ; અને ઇન્સ્પેક્ટર શારિક મજીદ સામેલ છે. ટીમને આ મામલાની ઊંડી તપાસ કરવા અને નિર્ધારિત સમયમાં તપાસ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. એસઆઈટી (SIT) બનાવવાનો આદેશ જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક (IGP) ભીમ સેન ટૂટી દ્વારા જારી કરવામાં આવ્યો છે.

    આ ઘટના 11 માર્ચ ના રોજ બની હતી, જ્યારે ફારૂક અબ્દુલ્લા જમ્મુના એક બેન્ક્વેટ હોલમાં આયોજિત લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply