Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 'માય ભારત બજેટ ક્વેસ્ટ'ના વિજેતાઓ સાથે વાતચીત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ‘માય ભારત બજેટ ક્વેસ્ટ 2026’ સ્પર્ધાના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરના વિજેતાઓ સાથે વાતચીત કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને કેન્દ્રીય બજેટ પર ચર્ચા કરવા અને વિકસિત ભારતના નિર્માણ પર પોતાના વિચારો શેર કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે.

    આ કાર્યક્રમનો લક્ષ્યાંક યુવા પ્રતિભાઓને સહભાગી શાસન અને આર્થિક આયોજન સાથે જોડવાનો છે. આની સાથે જ આ પહેલ નીતિ નિર્માણમાં યુવા પેઢીની ભૂમિકાને મજબૂત બનાવશે અને 2047 સુધીમાં આત્મનિર્ભર વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન પણ આપશે. ‘માય ભારત બજેટ સ્પર્ધા 2026’માં 12 લાખથી વધુ યુવા સ્પર્ધકોએ ભાગ લીધો અને 47 હજાર નિબંધો સબમિટ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય બજેટ 2026ને વ્યાપક રીતે 'યુવા શક્તિ-પ્રેરિત બજેટ' માનવામાં આવી રહ્યું છે.

    બજેટ શિક્ષણ, કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ), ઉદ્યોગસાહસિકતા, નવીનતા (ઇનોવેશન) અને ભવિષ્ય માટે તૈયાર વિકાસની તકોમાં રોકાણ દ્વારા દેશના યુવાનોને સશક્ત બનાવવા પર વિશેષ ભાર મૂકે છે. આ સંદર્ભમાં, માય ભારત પ્લેટફોર્મ પર આયોજિત 'માય ભારત બજેટ ક્વેસ્ટ 2026' એક અનોખી પહેલ તરીકે ઉભરી આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply