જમ્મુ કાશ્મીર સત્તાવાર ભાષા વિધેયક- 2020ને લોકસભામાં મંજૂરી
Live TV
-
લોકસભામાં મંગળવારે જમ્મુ કાશ્મીર સત્તાવાર ભાષા વિધેયક- 2020ને મંજૂરી અપાઇ. વિધેયક હીંદી, અંગ્રેજી, ઉર્દૂ, કાશ્મીરી અને ડોગરી એમ પાંચ ભાષાને કેન્દ્ર શાસિત પ્રદેશની સત્તાવાર ભાષાનો દરજ્જો આપવાની જોગવાઇ છે.
લોકસભામાં મંગળવારે જમ્મુ કાશ્મીર સત્તાવાર ભાષા વિધેયક- 2020ને મંજૂરી અપાઇ. વિધેયક હીંદી, અંગ્રેજી, ઉર્દૂ, કાશ્મીરી અને ડોગરી એમ પાંચ ભાષાને કેન્દ્ર શાસિત પ્રદેશની સત્તાવાર ભાષાનો દરજ્જો આપવાની જોગવાઇ છે. વિધયક પરની ચર્ચાનો જવાબ આપતાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ કહ્યું, કે જમ્મુ કાશ્મીરમાં ઉર્દૂ અને અંગ્રેજીની સાથો સાથ ડોગરી, કાશ્મીરી અને હીંદીને પણ આ વિધેયકની મદદથી સત્તાવાર ભાષાનો દરજ્જો મળી જશે. પ્રદેશની જૂની માગણી આ સાથે સંતોષવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું હતું ,કે ઐતિહાસિક વિધેયક પસાર થતાં પ્રદેશના લોકોનું લાંબા સમયનું સપનું સાકાર થયું છે. તેમણે જમ્મુ કાશ્મીરની પ્રજાને વિશ્વાસ અપાવ્યો હતો, કે સરકાર પ્રદેશના ગૌરવની પુનઃસ્થાપના મુદ્દે કોઇ કચાશ નહીં રાખે.
