Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે

Live TV

X
  • સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી જેમાં 8 સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. 

    ગુજરાતની શાન અને ભારતનું ગૌરવ એવા એશિયાટિક લાયન્સ હવે મહારાષ્ટ્રના મુંબઈ અને પંજાબમાં પહોંચશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે સિંહની એક જોડી મુંબઈને અને એક જોડી પંજાબને આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે.સામે મુંબઈનું ઉદ્યાન જૂનાગઢ શક્કરબાગને ઝીબ્રાની બે જોડી, કોકટેઈલ ગ્રેની બે જોડી, કોકટેઈલ વ્હાઈટની એક જોડી, નાઈટ એરોનની ચાર જોડી તથા એક માદા હાર્નબિલ જેવા વન્યપ્રાણીઓ આપશે.બીજી તરફ રાજકોટના જિયોલોજિકલ પાર્કમાંથી પંજાબના જિયોલોજિકલ પાર્કને સિંહની એક જોડી અપાશે.જેની સામે પંજાબનો આ પાર્ક એક હિંમાલયન રીંછ, જંગલ કેટની એક જોડી, હમદ્રયાસ બુબનની એક જોડી, રોઝ રીંગ પેરાકીટની ત્રણ જોડી, સહિતના વન્ય પ્રાણીઓની જોડીઓ એક્સચેન્જમાં આપશે.

    દેશના વિવિધ રાજ્યોમાં વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply