જેસલમેરમાં આજે 55મી GST કાઉન્સિલની બેઠક યોજાશે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેઠકની અધ્યક્ષતા કરશે
Live TV
-
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટી કાઉન્સિલની 55મી બેઠક આજે જેસલમેરમાં યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બેઠકની અધ્યક્ષતા કરશે. જેમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ગોવા, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ ભાગ લેશે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ અને અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓ પણ ભાગ લેશે. અમારા સંવાદદાતાએ માહિતી આપી છે કે બેઠક માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
