Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતની બે દિવસની મુલાકાતે જશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કુવૈતની બે દિવસની મુલાકાતે જશે. પ્રધાનમંત્રીની આ મુલાકાત કુવૈતના અમીર શેખ મેશાલ અલ જાબેર અલ સબાહના આમંત્રણ પર થઈ રહી છે. આ દરમિયાન તેઓ કુવૈતના નેતાઓ સાથે વાત કરશે. પ્રધાનમંત્રી મોદી આજે એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો સાથે વાર્તાલાપ કરશે અને લેબર કેમ્પની પણ મુલાકાત લેશે. તેઓ 26માં અરેબિયન ગલ્ફ કપના ઉદઘાટન સમારોહમાં કુવૈતના અમીરના વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.

    આવતીકાલે બયાન પેલેસ ખાતે પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ પછી તેઓ કુવૈતના અમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. કુવૈત હાલમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અધ્યક્ષ છે અને પ્રધાનમંત્રીની આ મુલાકાત માત્ર બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને જ મજબૂત બનાવશે નહીં, પરંતુ વિસ્તૃત ગલ્ફ ક્ષેત્ર સાથે ભારતના સંબંધોને પણ વધારશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply