ટનલ ધરાશાયી થયા બાદ ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છેઃ માર્ગ પરિવહન મંત્રાલય
Live TV
-
કેન્દ્ર સરકાર ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલ તુટી જવાના સ્થળે ફસાયેલા કામદારોને વહેલી તકે બચાવવાના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ માહિતી રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આપી હતી. સુરંગ ધરાશાયી થવાને કારણે લગભગ 40 કામદારો ટનલની અંદર ફસાયા હતા. ઘટનાની જાણ તાત્કાલિક કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ સંબંધિત એજન્સીઓને કરવામાં આવી હતી.
રાજ્ય પ્રશાસન, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અને અન્ય વિભાગો સંકલિત પ્રયાસો દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગઈકાલે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા હતા. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન સચિવ રણજીત સિંહાએ જણાવ્યું કે ટનલમાંથી કાટમાળ હટાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
