ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ એ 18,000 કરોડ રૂપિયાના 1,700 નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેસ શોધી કાઢ્યા
Live TV
-
ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI)એ ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધીમાં 18 હજાર કરોડ રૂપિયાના 1,700 નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેસ શોધી કાઢ્યા છે. આ સંબંધમાં છેતરપિંડી કરનારા 98 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, DGGIએ સમગ્ર દેશમાં કાર્યરત નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અને છેતરપિંડી કરનારાઓની ઓળખ કરવા પર વિશેષ ભાર મૂક્યો છે.DGGIએ અદ્યતન તકનીકી સાધનોની મદદથી ડેટા વિશ્લેષણનો ઉપયોગ કરીને આ કેસ ઉકેલ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, છેતરપિંડી કરનારા લોકો દ્વારા સામાન્ય લોકોના KYC દસ્તાવેજોનો ઉપયોગ તેમની જાણકારી વિના નકલી અથવા શેલ કંપનીઓ બનાવવા માટે કરવામાં આવતો હોય છે.
