Skip to main content
Settings Settings for Dark

ડૉ. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિ, સ્વતંત્રતા સંગ્રામ તથા સ્વતંત્રતા પછી સુધારાઓમાં આપ્યું મહત્ત્વપૂર્ણ યોગદાન

Live TV

X
  • વર્ષ 1924માં ઈંગ્લેન્ડથી ભારત પરત ફર્યા પછી પછાત વર્ગના કલ્યાણ માટે એસોસિએશનની શરૂઆત કરી.

    બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની આજે જન્મજયંતિ છે, તેમનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. ડૉ. ભીમરાવ આંબેડકરના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને તેઓ બ્રિટીશ સેનામાં સૂબેદાર હતા. બાબાસાહેબના પિતા સંત કબીરદાસના અનુયાયી અને એક શિક્ષિત વ્યક્તિ હતા. શાળાકીય શિક્ષણ દરમિયાન તેમણે જાતિગત ભેદભાવનો અનુભવ કર્યો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી વડોદરા સંસ્થાનમાં શામેલ થયા. વર્ષ 1913માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જનાર વિદ્વાન તરીકે તેમની પસંદગી કરવામાં આવી. જે તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ તબક્કો સાબિત થયો.

    કોલંબિયા યુનિવર્સિટીમાંથી MA અન Ph.dની ડિગ્રી મેળવી, ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. જ્યાંથી વડોદરાના દીવાને બાબસાહેબને ભારત પરત બોલાવી લીધા. જર્મનીની બોન યુનિવર્સિટીમાં થોડા સમય સુધી અધ્યન કર્યું અને વર્ષ 1916માં ‘ભારતમાં જાતિઓ- તેમનું તંત્ર, ઉત્પત્તિ અને વિકાસ’ પર નિબંધ પણ વાંચ્યો. વર્ષ 1916માં ‘ભારત માટે રાષ્ટ્રીય લાભાંશ- એક ઐતિહાસિક અને વિશ્લેષણાત્મક અધ્યયન’ વિષય પર થીસિસ લખ્યો અને Ph.dની ડિગ્રી મેળવી. આઠ વર્ષ પછી તેને ‘બ્રિટિશ ભારતમાં પ્રાંતિય નાણાંકીય વિકાસ’ શીર્ષક હેઠળ પ્રકાશિત કર્યું.

    વર્ષ 1924માં ઈંગ્લેન્ડથી ભારત પરત ફર્યા પછી પછાત વર્ગના કલ્યાણ માટે એસોસિએશનની શરૂઆત કરી. જેમાં ચિમનલાલ સીતલવાડ અક્ષ્યક્ષ અને ડૉ.આંબેડકર ચેરમેન હતા. આ એસોસિએશનનો તત્કાલ ઉદ્દેશ્ય શિક્ષાનો પ્રચાર પ્રસાર કરવાનો, આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવાનો હતો. પછાત વર્ગની સમસ્યાઓને સંબોધિત કરવા માટે 3 એપ્રિલ 1927ના રોજ ‘બહિસ્કૃત ભારત’ સમાચારપત્રની શરૂઆત કરી હતી. ડૉ.બાબાસાહેબ આંબેડકરે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તથા સ્વતંત્રતા પછી સુધારાઓમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. ઉપરાંત બાબાસાહેબે ભારતીય રિઝર્વ બેન્કના ગઠનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

    ડૉ.બાબાસાહેબ એક વિદ્વાન અને કર્મશીલ વ્યક્તિ હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન સમાનતા, ભાઈચારો અને માનવતા માટે સમર્પિત કરી દીધું છે. 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુરમાં બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો અને 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું મૃત્યુ થયું. સમગ્ર દેશમાં ડૉ.ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply