Skip to main content
Settings Settings for Dark

તમિલનાડુના વિરુધનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમિલનાડુના વિરુધનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.

    આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે તેમની સંવેદના છે. 

    પ્રધાનમંત્રીએ તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરી હતી.પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, આ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply